ફુલાવર અને કોબિજની ખેતી કરતા રમેશભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે, અમારા બાપ-દાદા પણ ફુલાવર અને કોબીજની ખેતી કરતા હતા. ત્યારથી લઈને અત્યારે અમે પાંચ ભાઈઓ વચ્ચે 150 વીઘા જેટલી જમીનમાં છેલ્લા 35 વર્ષથી એક જ શાકભાજી ફુલાવર અને કોબીજની ખેતી કરીએ છીએ
Mustufa Lakdawala, Rajkot: આપણા ભારતને ખેતીપ્રધાન દેશ માનવામાં આવે છે. તેમાંય ખેડૂતોને તો જગતના તાજ કહેવાય છે. કારણ કે ખેડૂતો તનતોડ મહેનત કરીને પોતાના ખેતરોમાં અલગ-અલગ પાક ઉત્પાદન કરતા હોય છે. તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-ગુજરાતના ખેડૂતો અલગ અલગ પ્રકારના શાકભાજીના પાકોનું વાવેતર કરી કમાણી કરતા હોય છે. પરંતું યાત્રાધામ વીરપુરમાં પાચ ભાઈઓ છેલ્લા 35 વર્ષથી ચીલાચાલુ પાકને બદલે ફુલાવર અને કોબિજની ખેતી કરી રહ્યા છે. આ ખેતીથી પાંચેય ભાઈઓ વર્ષે મબલખ કમાણી કરી પ્રગતિશીલ બન્યા છે.
અમારા બાપ-દાદા વખતથી આ જ ખેતી કરીએ છીએફુલાવર અને કોબિજની ખેતી કરતા રમેશભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે, અમારા બાપ-દાદા પણ ફુલાવર અને કોબીજની ખેતી કરતા હતા. ત્યારથી લઈને અત્યારે અમે પાંચ ભાઈઓ વચ્ચે 150 વીઘા જેટલી જમીનમાં છેલ્લા 35 વર્ષથી એક જ શાકભાજી ફુલાવર અને કોબીજની ખેતી કરીએ છીએ. અન્ય કોઈ પણ પાકનું વાવેતર કરતા નથી. ખાસ કરીને ફુલાવર-કોબીજની ખેતી ઉત્તર ગુજરાતમાં વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના અને સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં અમે 35 વર્ષથી ફુલાવર-કોબીજની ખેતી કરી મબલખ કમાણી કરીએ છીએ.
હાલમાં ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ વરસ્યો હોવાથી ફુલાવરના પાકને ઘણું નુકસાન થયું છે, જેમને લઈને માર્કેટમાં ફુલાવર-કોબીજની ઘટ છે. ત્યારે માર્કેટમાં અત્યારે સારી કિંમત મળે છે. જેમને લઈને ફુલાવર કિલોના ભાવ 30થી 35 મળી રહે છે ત્યારે ભારીના ભાવ 150થી 175 સુધી મળે છે. જેમને લઈને છેલ્લા 35 વર્ષથી ફુલાવર-કોબીજની ખેતી કરતા રમેશભાઈ કોઠારીને અન્ય પાકો કરતા મબલખ કમાણી થઈ રહી છે.
ફુલાવર-કોબીજની ખેતી કેવી રીતે કરશો
રમેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ફુલાવરની ખેતી કરવામાં સૌ પ્રથમ તો ફુલાવર-કોબીજના વાવેતર પહેલા એક માસ અગાઉ રોપ તૈયાર કરવામાં આવે છે, જે અષાઢ માસથી જેઠ માસ સુધી આગળ પાછળ વાવેતર કરવામાં આવે છે. જે એક ખેતરના ક્યારામાં ચાર હારમાં ફૂટ બાય ફૂટે ફુલાવર-કોબીજના પાકનું વાવેતર કરવામાં આવે છે. બાદમાં વાતાવરણ અનુસાર પાકને પિયત કરવામાં આવે છે.
વાવેતર બાદ 65 દિવસે પાક ઉતરવા લાગે છે.
રમેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને ફુલાવર-કોબીજના પાકમાં લીલી ઈયળો તથા કાબરી ઈયળો તેમજ ફૂગનો રોગ વધારે આવતો હોવાથી એ પ્રમાણસર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. ફુલાવર-કોબીજના વાવેતર કર્યા પછી આશરે 60 કે 65 દિવસે ફુલાવર અને કોબીજનો પાક તૈયાર થઈને ઉતરવા લાગે છે, પછી તે ફુલાવર કોબીજની આઠ કે દસ નંગની કપડામાં ભારીઓ બાંધી નજીકના શાકભાજીના માર્કેટ યાર્ડ જેવા કે ગોંડલ, જેતપુર, ધોરાજી વેચવામાં આવે છે.
ફુલાવર-કોબીજનો વર્ષમાં ત્રણ વખત પાક લઇ શકાય
રમેશભાઈ કોઠારીએ વધુમાં જણાવ્યું હતું કે, ફુલાવર-કોબીજની ખેતી કરવામાં અન્ય પાક કરતા વધારે ફાયદો થાય છે. જેમ કે, સામાન્ય રીતે ખેડૂતો કપાસ, મગફળી કે અન્ય પાકોનું વાવેતર કરતા હોય છે. જેમાં વાવેતર કર્યા પછી આઠ કે દસ મહિને પાકનો ઉતારો આવતો હોય છે. જ્યારે એટલા જ સમયગાળામાં ફુલાવર-કોબીજના પાકનો ઉતારો ત્રણ વખત આવે છે જેમને લઈને ખેડૂતો ત્રણ વાર કમાણી કરી શકે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો