આ બ્લૉગ શોધો

રવિવાર, 7 ઑગસ્ટ, 2022

શું મિત્રો તમે પણ વાવ્યું છે આ વૃક્ષ તો તેને જલ્દી થી કાપી નાખો .આ વૃક્ષ હાનીકારક છે. જાણો વિગતવાર

 #કોનોકાપઁસ 

કચ્છ અને ગુજરાતની પ્રકૃતિ, પાણી, પર્યાવરણ અને ભૂમિને ભરખી જશે.


< રાક્ષસી વૃક્ષ કોનોકાપઁસના ખતરનાક દુષ્પરિણામનો જાત અનુભવ.

વિદેશી વૃક્ષ કોનોકાપઁસ વીશે વધુ પાણી ખેંચી લેતું, ઓક્સિજનને બદલે કાબઁનડાયોકસાઇડ ફેંકતું, હ્રદયરોગ, શ્વાસ અને અસ્થમાની તકલીફ કરાવતું વૃક્ષ વગેરે આવું કંઇ પણ વાંચીએ કે સાંભળીએ ત્યારે શંકા જતી કે શું આ સાચું હશે?

આવું સાંભળીને બે વર્ષ પહેલાં આંગણાંમાં વાવેલું એ વિદેશી વૃક્ષ કાઢીને દેશી બોરસલી પણ વાવી દીધી. 

આ વાતથી વાકેફ ગામ માનકુવા તા. ભુજના મિત્ર ભીમજી જોધાણીનો ફોન આવ્યો કે જે તે સમયે આ વાતને ગણકારી નહોતી અને આરબ દેશ મસ્કતના પ્રવાસમાં ઠેર ઠેર આ કોનોકાપઁસ વૃક્ષની હરીયાળી જોઇને દેખાદેખીથી મારી વાડીએ વાવેલ આ વૃક્ષોથી આજે પેટ ભરીને પસ્તાઇ રહ્યો છું અને એ પસ્તાવાનું કારણ અને પરિસ્થિતી જોવા પ્રત્યક્ષ મારી વાડીએ આવો. 

સમય કાઢીને ગયા પછી જોયું તો વાડીમાં પ્રવેશતાં અને તેમના આલીશાન દેશી ભુંગા અને મોટા સ્વિમિંગ પુલ સુધી પહોંચતા પહેલાં લાખોને ખર્ચે વાવેલાં અને જેટલાં કટીંગ કરો એટલાં દિવસ રાત વધુ મોટાં થાય એ રીતે હાલમાં વધારે પડતાં પાંગરીને અતિ મોટા બની ગયેલ અસંખ્ય વિદેશી વૃક્ષોએ પહોળા રસ્તાને બંને બાજુથી ઘેરીને ઢાંકી દીધેલ જોયો.

મોંઘાંદાટ સ્વિમિંગ પુલની ચારેય બાજુ વાવેલ આ વૃક્ષના મુળીયાં પાણીની અંદર ટાઇલ્સનો પાકો ફ્લોર તોડીને બહાર આવી ગયેલ. દેશી ભુંગાના બાથરૂમ અને સંડાસના બધા પાઇપ, ટપક પધ્ધતિના નાનામોટા પાઇપ અને નળીઓ પણ મુળીયાંથી બંધ. રસ્તાની બંને બાજુ બનાવેલ પહોળી અને મજબુત દિવાલમાં પણ આ વૃક્ષના મુળીયાંના આક્રમણના પ્રતાપે જ્યાં ત્યાં વિખાયેલ અને મોટાં ગાબડાં પડેલ જોયાં.

કોઇપણ વૃક્ષ તેના મુળીયાંથી બાંધકામ કે અન્ય વસ્તુઓને નુકશાન કરે એ તો સમજ્યા પણ સૌથી નવાઇની વાત તો એ કે આ ઝાડની લાઇનની સમાંતર અને દેખાવે તંદુરસ્ત લાગે એવાં નાળીયેરના અનેક વૃક્ષ ઉભેલ છે પણ ધીમે ધીમે પોતાની ફળદ્રુપતા ગુમાવી દીધી છે. (જુઓ ફોટા) નાળીયેરનાં આઠ દસ ફળ લાગેલ એક મોટી લુમ ઉપાડીને જોઇ તો તેમાં બિલકુલ વજન જ નહીં તો પાણી ક્યાંથી હોય? અને બાકીની નાળીયેરીમાં નવાં ફળ લાગે છે તો કોઈ નાનું, કોઈ મોટું તો કોઈ લાંબું અને કઢંગું અથવા વિકૃત થઈ જાય છે (જુઓ ફોટા) અથવા તો તરત જ સુકાઇ જાય છે અને આ જ વાડીમાં જ્યાં કોનોકાપઁસ નથી ત્યાં જે નાળિયેરના વૃક્ષો ઉભાં છે તે સરસ મજાનાં પાણીથી ભરપુર અને મલાઈદાર ફળ આપે છે.

એક શંકા એવી પણ વ્યક્ત થઈ કે સતત આ વૃક્ષોની બાજુમાં રહેનાર માણસ કદાચ ધીમે ધીમે પોતાની ફળદ્રુપતા ગુમાવીને નિસંતાન ન થાય તો સારું. 

વાડીના સ્વિમિંગ પુલની બાજુમાં બેસવા માટે ઘાસ વાવીને સરસ મજાની મોટી લોન બનાવેલ છે અને શોભા તરીકે લોનની ફરતે કોનોકાપઁસ વાવેલ છે ત્યાં પણ આ ઝાડનો વધુ એક દુષ્પ્રભાવ જોવા મળ્યો કે બાકીનો પ્લોટ ઘાસથી લીલોછમ છે, પ્લોટની વચ્ચોવચ બીજું એક મોટું ઝાડ ઉભું છે તેની નીચેનું ઘાસ પણ લીલુંછમ છે પરંતુ કોનોકાપઁસ વૃક્ષની પાંચ છ ફૂટ નજીક ઘાસ થતું જ નથી અથવા સુકાઇ જાય છે. (જુઓ ફોટા) મતલબ કે આ વૃક્ષ જમીનનું બધું જ પાણી પોતાની બાજુ ખેંચી લે છે અથવા તેની નકારાત્મક ઉર્જા આજુબાજુની બીજી વનસ્પતિનો ભોગ લઇ લે છે. 

માનવ શરીર ઉપર અસર કરતી નકારાત્મક અને સકારાત્મક ઉર્જા માપવા વિશે વડીલો પાસેથી મળેલ પરંપરાગત જ્ઞાનનો આજે પણ અલગ અલગ પ્રયોગો દ્વારા ઉપયોગ કરતા કચ્છના ગોભક્ત મેઘજીભાઇએ વાડીમાં કામ કરતા યુવાન મનોજ ઉપર કોનોકાપઁસના પાન અને આંબાના પાન સાથે પ્રયોગ કર્યો તો આંખ સામે જ કોનોકાપઁસના નકારાત્મક પ્રભાવનું પરિણામ જોઈને હાજર સૌ અચંબિત થઈ ગયા. 

એકેય પશુ પણ જેનાં પાન નથી ખાતું એવાં અતિ ઉંચા અને ઘટાદાર એવાં અસંખ્ય વૃક્ષોને ઘણીવાર સુધી બારીકાઇથી જોયું તો સાંભળેલું સાવ સાચું જણાયું કે ન તો ક્યાંય પક્ષી બેઠેલું દેખાયું, ન એકેય પક્ષીનો માળો. અરે બાકી બધું તો ઠીક પણ કરોડીયાનું એકેય ઝાળું પણ ન દેખાયું.

જમીનમાં અતિ ઉંડા અને ચારેય બાજુ ફેલાઇ ગયેલ આ વૃક્ષના મુળ માથાનો દુખાવો બની ગયા છે. અને જળમુળથી નિકાલ એટલો સરળ ન હોવા છતાં ભીમજીભાઇએ એકબાજુથી આ વૃક્ષોને કાપવાનો પ્રારંભ કરી જ દીધો છે (જુઓ ફોટા) ત્યારે એટલું તો નક્કી થયું કે પ્રદુષણ નિવારણ માટે સરકારી નિયમો પ્રમાણે કરવા પડતાં વૃક્ષારોપણના નામે વગર માવજતે જલ્દી લીલું દેખાડવા મોટા ઉદ્યોગો, ફેકટરીઓ, કારખાનાઓ, કંપનીઓ, વિવિધ સંસ્થાઓ અને વનવિભાગ દ્વારા પણ ઠેરઠેર લાખોની સંખ્યામાં થતાં મોટેપાયે પ્લાન્ટેશન છેવટે તો જે તે વિસ્તારનાં સેંકડો જાતના હજારો દેશી ઔષધિય વૃક્ષો, સ્થાનિક પ્રકૃતિ, પર્યાવરણ, પશુ અને પક્ષીઓનું નિકંદન કરવા સાથે જ્યાં પણ વવાય છે ત્યાં નજીકના જ ભવિષ્યમાં ભયંકર રીતે નુકસાનકારક જ સાબિત થવાનાં.  

મોટાં શહેરોમાં જો આ વૃક્ષનું દુષણ વધારે ફેલાશે તો સમય જતાં તેનાં મુળીયાંને કારણે પાણી અને ડ્રેનેજ લાઇનો બ્લોકની થવાની સમસ્યાઓ કેટલી વીકરાળ થશે તે કલ્પના કરવી મુશ્કેલ છે.

સહેલાઇથી ઉગતા આ વૃક્ષને આરબ દેશોમાં રણની ધુળ, વંટોળ અને ગરમ હવા રોકવાના ઉપાય તરીકે વાવવામાં આવેલ પરંતુ આજે પાકિસ્તાન, ઇરાક, કુવૈત, કતાર અને યુ.એ.ઇ. સહિતના દેશોએ પોતાના અનેક શહેરોમાં આ વૃક્ષના ફાયદાને બદલે ખરાબ પરિણામો જોઇને પ્રતિબંધ અથવા અંકુશ મુકી દીધો છે 

એકબાજુ ઓછા વરસાદને કારણે પાણીની ગંભીર અછત અનુભવતાં કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ઘેરો ઘાલી ચુકેલ ખતરનાક ગાંડા બાવળના પથારાથી સૌ કોઇ ચિંતિત છે ત્યારે આજુબાજુનું બધું પાણી ખેંચીને ઝડપથી બાષ્પીભવન કરતાં આ વૃક્ષને કારણે છે પાણી અંગે છે તેના કરતાંય વિકરાળ પરિસ્થિતિનું નિર્માણ થાય તેના પહેલાં આ વિષયે સરકાર પણ જાગે અને દેખાદેખી અથવા ટુંકો સ્વાથઁ છોડીને લોકો પણ સંકલ્પ કરે કે અતિ નુકસાનકારક કોનોકાપઁસ નામના આ વિદેશ રાક્ષસને જાકારો આપીને આપણે તો ગુણકારી એવાં આપણા સ્થાનિક દેશી વૃક્ષો જ વાવીશું.

દરેક ફોટો સાથેની વિગત પણ વાંચજો

કોરનોકર્પેસ ના કારણે નારિયેળ પણ ઓછા આવ્યા છે

    


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template