આ બ્લૉગ શોધો

સોમવાર, 3 ઑક્ટોબર, 2022

બિન અનામત નો દાખલો શાં માટે જરૂરી છે?અને તેને કાઢવા માટે કેટલા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે જાણો આખી પ્રોસેસ..

 બિન અનામત વર્ગો એટલે શું??

           બિન અનામત વર્ગો એટલે કે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર હેઠળના અન્ય પછાત વર્ગો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો સિવાયના વર્ગોના વ્યક્તિઓને બિન અનામત વર્ગો (Unreserved ses) ગણવાના રહેશે.

પ્રમાણપત્ર નો નમૂનો👇

/h2>

આ પ્રમાણપત્ર ક્યાં અધિકારીઓ પાસેથી મેળવવાનું રહેશે??

  👉 કલેક્ટર / મદદનીશ કલેક્ટર / નાયબ કલેક્ટર
 
 👉જિલ્લા વિકાસ અધિકારી / નાયબ જિલ્લા વિકાસ અધિકારી

 👉 મામલતદાર

 👉તાલુકા વિકાસ અધિકારી

 👉જિલ્લા નાચબ નિયામક(વિ.જા.) જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિ.જા.)


સામાન્ય રીતે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારીએ, તાલુકાના વડા મથક માટે મામલાતદારે તેમજ જિલ્લાના વડા મથક માટે નાયબ નિયામક(વિ.જા.) જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિ.જા.)એ આવા પ્રમાણપત્રો આપવાનાં રહેશે, પરંતુ જિલ્લામાં કોઇપણ કારણોસર મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી પાસેથી આવા પ્રમાણપત્રો ન મળ્યા હોય તો સમગ્ર જિલ્લા માટે સંબંધિત નાયબ નિયામક(વિ.જા.) કે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિ.જા.)એ આવા પ્રમાણપત્રો આપવાનાં રહેશે.

👉મૂળ ગુજરાતના જ વતની હોય તેવા લોકોને જ લાભ મળવા પાત્ર છે.
 

બિન અનામત નું પ્રમાણપત્ર કાઢવા માટે સક્ષમ વ્યક્તિ ના પાડે ત્યારે નીચે મુજબના પગલાં ભરી શકાય..

👉બિન અનામત વર્ગના પ્રમાણપત્ર આપવા માટે સક્ષમ સત્તાધિકારી ઇન્કાર કરે ત્યારે અથવા આવું પ્રમાણપત્ર ખોટું અપાયું હોવાનું જણાય ત્યારે અપીલની જોગવાઇ વંચાણે લીધેલા ક્રમાંક (૨) હેઠળના તા.૨/૬/૨૦૧૪ના ઠરાવ અનુસાર નીચે મુજબની રહેશે.

👉મામલતદારશ્રી/તાલુકા વિકાસ અધિકારીશ્રીએ નિર્ણય કરેલ હોય તો પ્રતિ અધિકારીશ્રી/નાયબ કલેક્ટરશ્રી/મદદનીશ કલેક્ટરશ્રીને અપીલ કરી શકાશે 

👉પ્રાંત અધિકારીશ્રી/નાયબ કલેક્ટરશ્રી /મદદનીશ કલેક્ટરશ્રીએ નિર્ણય કર્યો હોય તો જિલ્લા કલેક્ટરશ્રીને અપીલ કરી શકાશે.

👉જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિ.જા.)એ નિર્ણય કર્યો હોય તો નાથબ નિયામકશ્રી(વિ.જા.)ને અને નાયબ નિયામકશ્રી(વિ.જા.) એ નિર્ણય કર્યો હોય તો અધિક કલેક્ટરશ્રીને અપીલ કરી શકાશે.

👉 જિલ્લા કલેક્ટરશ્રીએ નિર્ણય કરેલ હોય ત્યારે નિયામકશ્રી (વિ.જા.) સમક્ષ અપીલ કરી શકાશે.

બિન અનામત નું પ્રમાણપત્ર શાં માટે???

👉વિવિધ સરકાર દ્વારા ચાલતી સહાય યોજના માટે
👉 કૉલેજ ની સ્કોલરશીપ મેળવવા માટે

બિન અનામત ના પ્રમાણપત્ર નું ફોર્મ આ મુજબ હસે..


માહિતી કેવી લાગી કૉમેન્ટ માં જરૂરથી જણાવો..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template