આ માટે આપણે કેટલાક હાથવગા સરળ ઉપાય કરવાના છે.
કાનમાથી જીવડું બહાર નિકાળવાના ઉપાય:
આજના આધુનિક યુગમાં મોટાભાગે દરેક વ્યક્તિ જોડે મોબાઈલ તો હોય જ છે. માટે જયારે જીવડું કાનમાં જ્યાં ત્યારે તાત્કાલિક ફોનની ટોર્ચ ચાલુ કરીને કાનમાં પ્રકાશ પાડો, જેવો પ્રકાશ અંદર જશે એટલે તરત જ કાનમાં ગયેલ જીવડું પ્રકાશના માધ્યમ જોઈએ બહાર આવવાનો પ્રયત્ન કરશે. આવી રીતે કરવાથી કાનમાં ગયેલ જીવડું ખુબ જ આસાનીથી બહાર આવી જશે.
ગરમ પાણીના બે થી ત્રણ ટીપા કાનમાં નાખવાથી જીવડું બહાર આવવાનો પ્રયાસ કરશે. જો ગરમ પાણી ના મળે તો સાદા પાણીનો પણ ઉપયોગ કરી શકાય છે, બને પાણી નો ઉપયોગ કરીને જીવડાને બહાર નીકાળવામાં મદદ કરી શકીએ.
આ ઉપરાંત જો તમારા જોડે સરસવનું તેલ હોય કે તલનું તેલ હોય તો તેને બે ટીપા નાખો, જેથી જીવડું બહાર આવવા લાગશે. જો તમે પણ ક્યાંક બહાર કુદરતી જગ્યા પર ફરવા જતા હોય તો એક નાની બોટલમાં સરસવનું તેલ લે તલનું તેલ લઈને જવું જોઈએ. જે આકસ્મિત સમયે કામ માં આવી શકે છે.
કાનમાં આ સમયે કોઈ પણ સળી કે તીક્ષણ વસ્તુ ન નાખવી જોઈએ. ડરથી બૂમો ના પદવી પણ થોડું ધૈર્ય રાખવું જોઈએ. આ ઉપાય કરવાથી તાત્કાલિક કાનમાં ગયેલ જીવડું બહાર આવી જશે. આ ઉપરાંત જો કાનમાંથી જીવડું ના નીકળે તો તાત્કાલિક ડોક્ટર પાસે જઈને આપણે આપણા કાનને યથાવત સ્થતિમાં લાવવો જોઈએ.
Thank you
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો