હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે અને આગામી 10 થી 15 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પૂર જેવી સ્થિતિ ઊભી થશે. છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યભર માં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે
જેને લઇને રાજ્યના 228 તાલુકાઓમાં મેઘ મહેર થઈ છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસા અંગે વધુ એક મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે અરબ સાગર અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને રાજ્યમાં સતત વરસાદી માહોલ રહેશે.
હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં વરસાદે રેલમ છેલ મચાવી છે.કચ્છ જિલ્લાના નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકામાં ભારે વરસાદ થતાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. ભારે વરસાદને પગલે ગામડાઓમાં વરસાદી પાણી ઘૂસ્યા છે
ને બીજી તરફ માતા નો મઢ અને ધારેશી આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ગામના તળાવો છલકાયા હતા.કચ્છના નખત્રાના તો ધોધમાર વરસાદથી સ્થિતિ ઊભી થઈ હતી.ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાયા,હોટલ નો સામાન પાણીમાં તણાયો હતો.આમ નખત્રાણા માં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી વર્ષે રહેલા ભારે વરસાદના કારણે આજી ન્યારી અને ભાદરમાં નવા નીર ની આવક થાય છે. આ સાથે રાજકોટ શહેર અને ગ્રામ્યમાં સારા વરસાદથી પાણીના જળ સ્તરો ઊંચા આવ્યા છે. રાજકોટ શહેર સહિત જિલ્લામાં સીઝનનો 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો