નીમાસ્ત્ર માં રહેલા નિમ્બિન,નિમ્બિસિડીન, અજાડીરેકટીન જેવા આલ્કલોઈડ તત્વો રસ ચૂસવા વાળી ચુસીયા પ્રકારની જીવતો તેમજ નાની ઈયળોનું નિયંત્રણ કરે છે.
👉નીમાસ્ત્ર બનાવવાની રીત
નીમાસ્ત્ર બનાવવા માટેની જરૂરી સામગ્ર
✓20 લીટર પાણી
✓10 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર
✓2 કિલો દેશી ગાયનું તાજું છાણ
✓10 કિલો કડવા લીંબડાની નાના પાંદડાઓ સાથેની કુમળી ✓ડાળીઓ અથવા 20 થી 30 કિગ્રા ખાંડેલી લીંબોળી
ઉપર મુજબની સામગ્રીનું મિશ્રણ કરી કોથળીથી ઢાંકી ૪૮ કલાક છાયામાં રાખવું.
દિવસ માં 2 વખત સવાર-સાંજ ૧-૧ મિનિટ માટે ઘડિયાળના કાંટાની દિશામાં મિશ્રણને હલાવવું. 48 કલાક પછી કપડાથી ગાળીને સંગ્રહ કરવો.
નીમાસ્ત્ર ને 6 મહિના સુધી વાપરી શકાય. સૂર્યપ્રકાશ અને વરસાદથી દૂર રાખવું
ઉપયોગ
200 લીટર નીમાસ્ત્ર પાણી મેળવ્યા વિના જેમ છે તેમ 1 એકરમાં પાકમાં છંટકાવ કરવો.
👉બ્રમ્હાસ્ત્ર શા માટે?
બ્રમ્હાસ્ત્ર મોટી ઈયળ,ચુસીયા જીવાત ( પ્રકાંડમાં છુપાયેલી, કોટન બોલવર્મ, સીંગમાં રહેલી રસ ચુસનારી ઈયળો, તુવેરની સીંગમાં રહેલી ઈયળો, ચણામાં રહેલી ઈયળો સિવાયની ) તેમજ બધી ઈયળોનું નિયંત્રણ કરે છે.
👉બ્રમ્હાસ્ત્ર બનાવવાની રીત
✓20 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર
✓2 કિલો લીંબડાના પાનની ચટણી
✓2 કિલો બીલીપત્રના પાનની ચટણી
✓2 કિલો ધતુરાના પાનની ચટણી
✓2 કિલો સીતાફળના પાનની ચટણી
✓2 કિલો કરંજના પાનની ચટણી
✓2 કિલો એરંડાના પાનની ચટણી
ઉપર દર્શાવેલ 6 વનસ્પતિમાંથી કોઈપણ 5 વનસ્પતિના પાનની ચટણી બનાવી ગૌમૂત્ર સાથે મિશ્રણ કરવી.
એક તપેલામાં ઉપર ઢાંકણ ઢાંકી 1 ઉભરો આવે ત્યાં સુધી મિશ્રણને ઉકાળવું
પછી ઠંડુ પાડીને છાયામાં રાખી, સવાર સાંજ 1 વખત ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું. 48 કલાક પછી કપડાથી ગાળીને વાપરવું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો