આ બ્લૉગ શોધો

સોમવાર, 29 ઑગસ્ટ, 2022

શું તમે પણ ધાધર,ખરજવા કે ખંજવાળ જેવા રોગો થી પરેશાન છો તો અપનાવો આ ઘરગથ્થુ ઇલાજ ...

ચોમાસાની ઋતુમાં અનેક બીમારીઓ ઘર કરી જાય છે. ચોમાસામાં ભેજ, વરસાદનું પાણી અને પરસેવાના કારણે ત્વચા પર ખંજવાળ આવવાથી આ ઋતુમાં ત્વચાની સમસ્યાઓ વધી જાય છે. જેનાથી છુટકારો મેળવવા માટે દિલ્હીની પંચકર્મ હોસ્પિટલના આયુર્વેદિક નિષ્ણાત ડૉ. આર.પી. પરાશર જણાવી રહ્યા છે, કેટલાક ઘરેલું ઉપચારથી દાદર, ખંજવાળ, ખરજવુંનો સમયસર ઈલાજ કરી શકાય છે.

દાદર શું હોય છે?
ડૉ. પરાશર કહે છે, 'આયુર્વેદમાં દાદરને 'દદ્રુ' કહે છે. દાદરએ કફ-વાત સાથે સંકળાયેલ છે. તે શરીરમાં ઝેર ભેગું કરે છે. પેશીઓમાં ઝેર એકઠું થાય છે, જેને આયુર્વેદની ભાષામાં રસ (પોષક પ્લાઝ્મા) કહેવામાં આવે છે. આ સિવાય ટોક્સિન લોહીની માંસપેશીઓ અને લસિકામાં પણ જમા થાય છે, જેનાથી દાદર થવાનું જોખમ વધી જાય છે.

દાદર ટીનિયા , ડર્માટોફાઇટોસિસ પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારનું સ્કિન ફંગલ ઇન્ફેક્શન છે. તે ત્વચા પર લાલ ફોલ્લીઓ જેવું લાગે છે, જેમાં ખંજવાળ તેમજ બળતરા પણ થાય છે.દાદર પગ, કમર દાઢી અથવા અંડરઆર્મસ પર થઈ શકે છે. દાદરનું મુખ્ય કારણ જમીન અને આપણી હવામાં જોવા મળતી ફૂગ છે.

દાદર, ખંજવાળ અને ખરજવુ


લક્ષણ

દાદરનો આયુર્વેદિક ઉપચાર જાણતા પહેલાં જાણીએ તેના લક્ષણો

  • ત્વચા પર લાલ ફોલ્લીઓ
  • લાલ અથવા ગુલાબી રંગના ચકમાં
  • સ્કિન ઉપર બ્રાઉન અથવા ગ્રે રંગના ચકમાં થવા

ખંજવાળવાળા ફોલ્લીઓ
દાદ, ખંજવાળ, ખંજવાળની આયુર્વેદિક સારવાર લેપ દ્વારા કરવામાં આવે છે. દાદરની સારવાર માટેજડીબુટીઓનો લેપ પણ લગાડી શકાય છે. જડીબુટ્ટીઓનું મિશ્રણ કરીને દવાઓ બનાવવામાં આવે છે. ચાલો જાણીએ દાદર માટે કઈ ઔષધિઓ ઉપયોગી છે:

આ બધાને પીસીને મિક્સ કરો અને પેસ્ટ તૈયાર કરો અને તેમાં છાશ, સરસવનું તેલ, ઘી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો દાદર જ્યાં થઇ હોય ત્યાં લગાવો.

ખાવાનો સોડા અને લીંબુ
ચોમાસામાં ત્વચા પર ખંજવાળની ​​સમસ્યાથી છુટકારો મેળવવા માટે સ્નાન કરતી વખતે એક વાસણમાં 2 ચમચી ખાવાનો સોડા અને 1 ટેબલસ્પૂન લીંબુ મિક્સ કરો.આ પેસ્ટને ત્વચા પર સારી રીતે લગાવો અને 5 થી 10 મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ જ સ્નાન કરો. આ ઉપાય દરરોજ ઓછામાં ઓછી એક વખત કરવાથી ખંજવાળમાં રાહત મળશે.

ચંદન
ત્વચા પર ચંદનનો ઉપયોગ ફાયદાકારક છે. જો ચોમાસામાં વધુ પડતી ખંજવાળ આવતી હોય તો ચંદનની પેસ્ટ લગાવવાથી રાહત મળે છે. ચંદનના પાવડરમાં થોડું ગુલાબજળ કરીને જે જગ્યા પર ખંજવાળ આવતી હોય તે જગ્યા પર પર લગાવો.સુકાઈ ગયા પછી ઠંડા પાણીથી ધોઈ લો.

લીમડાનો ઉપયોગ કરો
લીમડાનો ઉપયોગ અનેક પ્રકારના રોગોમાં કરવામાં આવે છે. ખંજવાળની સમસ્યા દૂર કરવા માટે પણ વર્ષોથી લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમને ચોમાસામાં ખંજવાળની ​​સમસ્યાથી પરેશાન હોય તો લીમડાના પાનને પીસીને તેને ખંજવાળવાળી જગ્યા પર લગાવો. લીમડામાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ખંજવાળ દૂર કરવામાં મદદ કરે છે.

નારિયેળ તેલ
નાળિયેર તેલ (કોપરેલ)માં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે. જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કોપરેલ ત્વચાને પોષણ આપવાની સાથે ત્વચાના ઇન્ફેક્શનને દૂર કરવામાં પણ ઉપયોગી છે. જો તમને ચોમાસામાં ખંજવાળ આવતી હોય તો નારિયેળનું તેલ લગાવાથી આરામ મળે છે.

શંખ પુષ્પી
શંખપુષ્પી એક સફેદ ફૂલવાળી વનસ્પતિ છે, જેનો ઉપયોગ આયુર્વેદ પંચકર્મમાં કરવામાં આવે છે .શંખપુષ્પીનો સ્વાદ કડવો હોય છે. તો શંખપુષ્પીને ત્વચા માટે સારી માનવામાં આવે છે. દાદર પર તેનું તેલ લગાવવાથી આરામ મળે છે.


ટામેટાનો રસ
ટામેટાના રસમાં હળદર પાઉડર મિક્સ કરીને દાદરની જગ્યા પર આ પેસ્ટ લગાવવાથી ખંજવાળમાં રાહત મળશે. વરસાદમાં ફંગલ ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. ટામેટાંમાં લાઈકોપીન હોય છે, જે એન્ટીઓક્સીડેન્ટ છે.​​​​​

લાઈફસ્ટાઈલ બદલાવો
દાદરથી છુટકારો મેળવવા માટે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવો ખુબ જ જરૂરી છે. દાદર થી બચવા માટે શરીરના પ્રાઈવેટ પાર્ટને સાફ કરવું ખૂબ જ જરૂરી છે. ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો. જો તમને દાદરની તકલીફ હોય તો દિવસમાં બે વાર કપડાં બદલો.

ડિસ્ક્લેમર :
આયુર્વેદિક દવાઓની કોઈ આડઅસર થતી નથી, પરંતુ આ ઉપાયોનો ઉપયોગ નિષ્ણાતોની દેખરેખ હેઠળ જ કરો. જ્યારે પણ તમે દાદર માટે આયુર્વેદિક સારવાર વિશે વિચારો છો, તો ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template