આ બ્લૉગ શોધો

શુક્રવાર, 5 ઑગસ્ટ, 2022

આજે થયું રાષ્ટ્રઘ્વજ નું અપમાન જાણો વિગતવાર ..

 

ભાજપ શાસિત રાજકોટ જિ.પંચાયતની સામાન્ય સભામાં સભ્યોએ ઊંધા ફ્લેગ બેઝ લટકાવી વિકાસની ચર્ચા કરી.

  • 👉 જિલ્લા પંચાયતના કુલ 36 સભ્યોમાંથી 25%એ ઊંધા ફ્લેગ બેઝ લટકાવ્યા

રાજકોટ જિલ્લા પંચાયતની આજે સાધારણ સભા મળી હતી જેમાં વડાપ્રધાન મોદીની યોજના તિરંગો ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ તકે તમામ સભ્યો અને અધિકારીઓને ત્રિરંગાના ફ્લેગબેઝ આપવામાં આવ્યા હતાં. આ તમામ સભ્યોએ ફલેગ બેઝ લગાડયા હતા. જેમાંથી મોટા ભાગના સદસ્યોએ ઉંધા ફલેગબેઝ લગાડી રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યુ હતું. આમ છતાં અમુકે તો હસતા મોઢે ફોટા પણ પડાવ્યા હતાં. નોંધનીય છે કે, જિલ્લા પંચાયતના કુલ 36 સભ્યોમાંથી 25% અર્થાત 9 સભ્યો ઊંધા ફ્લેગ બેઝ લટકાવી 'ત્રિરંગા'નું સન્માન ચુકી ગયા હતા.

ફોટોસેશન કરાવતા નજરે પડ્યા

જિલ્લા પંચાયતની સાધારણ સભાના પ્રારંભે તિરંગાના ફલેગબેઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન મોદીએ ત્રિરંગા ઉત્સવ અંતર્ગત હર ઘર રાષ્ટ્રધ્વજ યોજનાને આવકારવા પોતાની રીતે આપવામાં આવેલા રાષ્ટ્રધ્વજના ફ્લેગ બેઝ લગાડયા હતાં. પરંતુ રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવવામાં આવે તેની જાણ સુદ્ધા ન હોય તેમ મોટા ભાગના જિલ્લા પંચાયતના સદસ્યોએ રાષ્ટ્રધ્વજના બેઝને ઉંધા પહેર્યા હતાં. અને તેમના ઘણા તો હસતા મોઢે ઉંધા લગાડેલા રાષ્ટ્રધ્વજને દર્શાવી ફોટોસેશન કરાવતા નજરે પડ્યા હતા..

15માં નાણા પંચનું આયોજન કરાયું
નોંધનીય છે કે, રાજકોટ જિલ્લા પંચાયતની વર્ષ 2022-23ના 15માં નાણા પંચના વિકાસકામોના આયોજન અંગેની ખાસ સામાન્ય સભા જિલ્લા પંચાયતના સભાખંડમાં DDO દેવ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં રૂ. 3.76 કરોડના વિવિધ માળખાગત અનટાઇડ કામો, રૂા.1.85 કરોડના સફાળના કામો અને રૂ.1.87 કરોડના પાણીની પાઇપલાઇન, વાલ્વ, ચેકડેમ આર.ઓ. પ્લાન્ટ મુકવા સહિતના કામોને મંજૂરી આપવામાં આવી હતી.

રૂ. 45 કરોડના ખર્ચે નવું બિલ્ડીંગ બનશે

ઉપરાંત આજની 15મા નાણાપંચની ખાસ સામાન્ય સભામાં રૂ. 45 કરોડના ખર્ચે બનનારી રાજકોટ જિલ્લા પંચાયતની નવી બિલ્ડીંગની ડીઝાઇનનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે. ફાઇનલ થયેલી ડીઝાઇનને સરકારમાં મોકલવામાં આવી છે. ડીઝાઇનર સરકારમાંથી મંજૂર થયા બાદ આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગ બનાવવાનું કાર્ય શરૂ થશે.

વિકાસકામોના આયોજન અંગેની ખાસ સામાન્ય સભા મળી
જિલ્લામાં 2.02 લાખ ડોઝ પશુઓને અપાઇ ચૂકયાં છે.

ઉલ્લેખનીય છે કે પશુઓમાં ફેલાઇ રહેલા લમ્પી વાયરસના રોગચાળા મુદ્દે જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં પશુઓમાં ફેલાતા લમ્પી વાયરસને રોકવા માટે જિલ્લા પંચાયત કરીબદ્ધ છે. તેમજ અત્યાર સુધીમાં 2.02 લાખ ડોઝ પશુઓને અપાઇ ચૂકયાં છે. આ ઉપરાંત ગઇકાલે 17 હજાર પશુઓને વેકિસનના ડોઝ આપવામાં આવ્યાં છે. જેમા જરૂરીયાત ઉભી થશે તે પ્રમાણે ડોઝ આપવામાં આવશે. તેમજ પશુઓને અપાતી વેકિસનના ડોઝનો જથ્થો પણ પુરતો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template