કપાસ ના ભાવ માં કેટલો વધારો જોવા મળશે??
👉કપાસ ના ભાવ માં વરસાદ ના કારણે ૩૦ થી ૫૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે...
👉કપાસનાં ભાવમાં મણે રૂ.૩૦થઈ ૫૦નો વધારો હતો.
👉સૌરાષ્ટ્રમાં સરેરાશ નવા કપાસનાં ભાવ સુપર ક્વોલિટીમાં રૂ.૧૭૫૦ થી ૧૮૦૦, એવરેજમાં રૂ.૧૭૦૦ થી ૧૭૨૫અને સી ગ્રેડમાં
રૂ.૧૫૫૦થી ૧૭૦૦ હતા....
👉શરદ પુનમથી જીનોમાં મુહૂર્તના કામકાજો શરૂ થતાં જ કાચા કપાસની માર્કેટમાં વધતી ડિમાન્ડ વચ્ચે ભાવમાં પ્રતિમણે રૂ.50ની તેજી જોવા મળી હતી.
👉ટોચના માર્કેટિંગ મથકોમાં કપાસની આવક વધી બેથી સવા બે લાખ મણે પહોંચી હતી.
👉મહારાષ્ટ્રમાંથી કપાસની 20-25 ગાડીની આવકો નોંધાઇ
હતી.
👉હાલ કાઠિયાવાડના કપાસમાં અંદાજે 30-35 ટકા
અને મહારાષ્ટ્રના કપાસમાં 65-70 ટકા હવા આવી રહી હોઇ,
સારી ક્વોલિટીના કપાસની અછત જોવા મળી રહી છે.
👉મહારાષ્ટ્ર લાઇનમાં વરસાદને પગલે ગત સપ્તાહે
આવકો ખૂબ જ ઓછી હતી, હવે વાતાવરણ પ્રમાણમાં સાનુકુળ
બનવા લાગતા ફરી આવકોનો ફ્લો વધ્યો છે.
👉નિષ્ણાતોના મતે આ વખતે મહારાષ્ટ્રના ઉત્તમ ક્વોલિટીના કપાસની આવકો જામતા સમય લાગે તેવું લાગી રહ્યું છે.
👉હાલ ખાનદેશ અને ધુલિયા લાઇન શરૂ થઇ છે,
👉વિદર્ભ, મરાઠાવાડા સહિતના વિસ્તારોનો કપાસ દિવાળી બાદ
આવવાનો શરૂ થશે.
👉અત્યારે વરસાદી માહોલ વચ્ચે વિણાટ નથી થતું, કપાસ ખૂબ જ નબળો હવાવાળો આવે છે.
👉 મહારાષ્ટ્રના કપાસમાં આજે ઉત્તર ગુજરાતમાં 5-7 ગાડી સહિત કુલ 20-22 ગાડીના કામકાજે પ્રતિ મણના રૂ.1600-1700ના ભાવ
બોલાયા હતા.
👉મહારાષ્ટ્રથી આવતો કપાસ ખપી જતો હોઇ, ક્વોલિટી નબળી હોવા છતાં ડિમાન્ડ વચ્ચે આજે મણે રૂ.25-30નો સુધારો દેખાયો હતો.
👉70 ટકા હવાવાળા કપાસમાં ઉતારા 32 થી 33.50 સુધીના
આવે છે.
👉ઝાલાવાડ પંથકના બ્રોકરોના મતે લોકલમાં જીન પહોંચના
રૂ.1775-1800 સુધીના વેપારો થયા હતા.
👉તરફ બજારમાં એવી પણ ચર્ચા હતી કે, મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા નવેમ્બર ડિસેમ્બરમાં ડિલિવરીની શરતે રૂની ગાંસડીના રૂ.61,000-62,000ના ભાવે ફોર્વર્ડમાં સોદાઓ થયા હતા.
👉કોટન નિષ્ણાતો સૌરાષ્ટ્રમાં કપાસનું વાવેતર 12-15 ટકા
અને ઉતારા 15-17 ટકા વધવાનો અંદાજ વ્યક્ત કરી રહ્યા છે.
👉ગુજરાતમાં કપાસનું 80 ટકાથી વધુ વાવેતર
સૌરાષ્ટ્રમાં થાય છે.
👉 જોકે, સૌરાષ્ટ્રમાં પાછોતરા વરસાદને કારણે એકંદરે પાકમાં 30
ટકાનું નુકસાન થશે તેવું મનાય રહ્યું છે,
👉તેમ છતાં 70 ટકા કપાસને ફાયદો થશે તેવી આશા
વ્યક્ત થઇ રહી છે.
👉ગુજરાતમાં કપાસનું વાવેતર વધ્યું હોવાનો
અંદાજ છે.
👉હાલની પરિસ્થિતિજોતા પ્રતિ હેક્ટરે ઉતારા 15-17 ટકા વધવાની ધારણા છે, કારણ કે, કપાસના ઉભા ક્રોપમાં હાલ કોઇ રોગની ફરિયાદ
નથી કે, ગુલાબી ઇયળની મોટી સમસ્યા સામે આવી નથી.
મગફળી નાં ભાવ વધશે કે ઘટસે....👇👇👇👇👇
👉નવી મગફળીની આવકો સતત વધી રહી છે અને
ભાવમાં સરેરાશ નરમાઈ જોવા મળી હતી.
👉ઉત્તર ગુજરાતમાં ડીસા-હિંમતનગર સહિતનાં
સેન્ટરમાં પણ આવકો સારી હતી.
👉ડીસામાં ૫૪ હજાર બોરીની સિઝનની સૌથી વધુ
આવકો થઈ હતી.
👉સમગ્ર ગુજરાતમાં ૧.૭૫થી ૨ લાખ ગુણી આસપાસની આવક
હતી.
👉બજારમાં દાણાબરમાં મણે રૂ.૧૦થી ૧૫ નરમ હતાં.
મગફળીનાં વેપારીઓ કહે છેકે વર્તમાન સંજોગમાં બજારમાં વેચવાલી વધી છે,
👉પંરતુ સારો માલ બહુ ઓછો આવે છે. હજી ભેજનું પ્રમાણ વધારે છે.
👉હિંમતનગરનાં વેપારીઓ કહે છેકે અમારા વિસ્તારમાં વરસાદને કારણે માલ કાળો પડી ગયો છે
👉અને સારી ક્વોલિટીની મગફળી હવે બહુ ઓછી આવે તેવું
લાગી રહ્યું છે.
👉ગોંડલમાં નવી પેન્ડિંગ માલમાંથી વેપારો ૩૭ હજાર ગુણીના થયા હતાં.
👉ભાવ ૩૯ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૩૫૦, જી-૨૦માં રૂ.૧૨૦૦થી ૧૪૫૦, ૩૭ નંબરમાં રૂ.૧૧૫૦થી ૧૩૫૦ અને ૨૪-રોહીણીમાં રૂ.૧૧૦૦થી ૧૩૮૦ ભાવ હતાં
👉રાજકોટમાં ૧૫ હજાર ગુણીની આવક હતી અને ભાવ
૩૯ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૩૫૦, એક્સ્ટ્રામાં રૂ.૧૩૫૦થી ૧૪૦૦, ૨૪
નંબર રોહીણીમાં રૂ.૧૧૫૦થી ૧૩૭૦, ૩૭ નંબરમાં રૂ.૧૧૫૦થી ૧૩૩૦, જી-૨૦માં રૂ.૧૨૭૦થી ૧૪૪૦ અને બીટી ૩૨ કાદરીમાં રૂ.૧૧૮૦થી ૧૩૪૦નાં ભાવ હતાં.
👉ડીસામાં ૫૪ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૧૫૦થી ૧૪૬૧નાં હતાં.
👉હિંમતનગરમાં ૧૫થી ૧૭ હજાર બોરીની આવક હતી અને ભાવ રૂ.૧૨૨૫થી ૧૭૪૦નાં હતાં.
👉પાથાવાડામાં ૧૮ હજાર બોરી, પાલનપુરમાં ૧૫ હજાર બોરી, ઈડરમાં ત્રણ હજાર બોરી, સાવરકુંડલામાં સાત હજાર બોરી અને હળવદમાં ૨૨ હજાર બોરીની આવક થઈ હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો