મિત્રો આપને સૌપ્રથમ એ જાણીએ કે આ જીવામૂર્ત શાં માટે?
વરસાદ આધારિત ખેતી હોય કે સિંચાઈની વ્યવસ્થા ના હોય ( સિંચાઈ માટે પાણી મળતું ના હોય ) અથવા ખેતરો બહુ વિશાળ હોય કે જેમાં પ્રવાહી જીવામૃતની સિંચાઈ શક્ય ના હોય તેવી પરિસ્થિતિમાં પ્રવાહી જીવામૃતના વિકલ્પ તરીકે ઘન જીવામૃત વાપરી શકાય છે .
ધન જીવામૃત બનાવવાની રીત ૧..
👉• 200 કિ . ગ્રામ . સખત તાપમાં સુકવેલ , ચાળણીથી ચાળેલ ગાયનું છાણ લઇ તેને ફેલાવવું .
👉• તેના ઉપર છાણથી દસ ગણા જીવામૃતનો છંટકાવ કરીને બરાબર રીતે ભેળવવું .
👉• આ મિશ્રણને 48 કલાક માટે છાયામાં રાખી ત્યારબાદ પાતાળ સ્તરમાં સુકવવું .
👉• આ સ્તરને દિવસમાં 2-3 વખત ઉપરનીચે કરવું . સંપૂર્ણ સુકાય જાય ત્યારે ગાંગળાનો ભૂકો કરવો .
👉• ત્યારબાદ છણયાના કોથળામાં ભરી જમીનથી ઉપર લાકડાના મેળા ઉપર રાખવું .
ઘન જીવામૃત બનાવવાની બીજી રીત
👉• 100 કિ.ગ્રામ . ગાયનું છાણ , 2 લીટર જીવામૃત , 1 કિલો ગ્રામ દેશી ગોળ , 1 કિલો ગ્રામ ચણાનો લોટ નું મિશ્રણ કરવું •
👉• આ મિશ્રણ ને 48 કલાક માટે છાયામાં રાખી ત્યારબાદ પાતળા સ્તરમાં સુકવવું
👉• આ સ્તરને દિવસમાં 2-3 વખત ઉપરનીચે કરવું . સંપૂર્ણ સુકાય જાય ત્યારે ગાંગળાનો ભૂકો કરવો . ♦
ત્યારબાદ છણયાના કોથળામાં ભરી જમીનથી ઉપર લાકડાના મેળા ઉપર રાખવું .
જીવામૃત બનાવવાની ત્રીજી રીત
👉• ગોબર ગેસ માં છેલ્લે નીકળેલા રગડા ( સ્લરી ) ને તડકામાં સુકાવવો
👉 • 100 કિલો ગ્રામ રગડા ( સ્લરી ) પાવડરના રૂપમાં - 50 કિલો ગ્રામ દેશી ગાયનું છાણ - 1 કિલો ગ્રામ દેશી ગોળ - આ કિલો ગ્રામ ચણા નો લોટ અને 2 લીટર જીવામૃત નું મિશ્રણ કરવું
👉• આ મિશ્રણને 48 કલાક માટે છાયામાં રાખી ત્યારબાદ પાતાળ સ્તરમાં સુકવવું .
👉• આ સ્તરને દિવસમાં 2-3 વખત ઉપરનીચે કરવું . સંપૂર્ણ સુકાય જાય ત્યારે ગાંગળાનો ભૂકો કરવો .
👉• ત્યારબાદ છણયાના કોથળામાં ભરી જમીનથી ઉપર લાકડાના મેળા ઉપર રાખવું .
👉ઘન જીવામૃત નો ઉપયોગ કેવી રીતે કરવો
પ્રાથમિક ડોઝ :
કોઈપણ મોસમી પાક ( ખરીફ - રવિ -ઉનાળુ પાક ) માટે
1 ) સૂકા ગોબર ના ખાતર ઉપર આધારિત ઘન જીવામૃત 200 કિલો ગ્રામ પ્રતિ એકર
અથવા
( 2 ) તાજું ગોબર આધારિત ઘન જીવામૃત 100 કિલો ગ્રામ પ્રતિ એકર અથવા
( 3 ) ગોબર ગેસ ની સ્લરી આધારિત ઘન જીવામૃત 100 કિલો ગ્રામ પ્રતિ એકર ભૂમિ ઉપર સમાન માત્રામાં વેરી દો
બુસ્ટર ડોઝ : પાક ફૂલોની સ્થિતિમાં આવ્યા પછી આમાંથી કોઈ પણ પ્રકારનું ઘન જીવામૃત 100 કિલોગ્રામ પ્રતિ એકર પાકની કતારોની વચ્ચે જમીન ઉપર વેરી દો . ભૂમિ સાથે સ્પર્શ થવો જોઈએ
જય જવાન જય કિશાન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો