- સાપ કરડે ત્યારે દસથી વીસ તોલા ચોખ્ખુ ઘી પીવું. પંદર મિનિટ પછી નવશેકુ પાણી પી શકાય ટલું પીવાથી ઉલટી થઈને ઝેર બહાર નીકળી જશે.
- વાંદરો કરડ્યો હોય તો ઘા ઉપર કાંદો અને મીઠું પીસીને ચોપડવાથી આરામ થાય છે.
- સાપ કે વીંછી કરડ્યો હોય તો ડંખ ઉપર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે ચમચા જેટલો રસ મધમાં મેળવી ચાટવાથી તરત રાહત થાય છે અને ઝેર ઉતરે છે.
- કાનખજૂરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજૂરો નીકળી જશે અને આરામ થશે.
- કાનખજૂરો, બગાઈ જેવા જીવજંતુ કાનમાં ગયા હોય તો મધ અને તેલ ભેગા કરી કાનમાં નાખવાથી નીકળી જશે અને આરામ થશે.
- કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે.
- મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.
- મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી દળેલી તમાકુ ચોપડવાથી પીડા મટે છે.
- ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી પીડા મટે છે.
- મચ્છરો કે કીડી-મકોડાના ડંખ ઉપર લીંબુનો રસ ચોપડવાથી પીડા મટે છે.
- કીડી-મંકોડાના ડંખ ઉપર લસણનો રસ ચોપડવાથી પીડા મટે છે.
- ગરોળી કરડે તો સરસિયાનું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર ઉતરે છે.
- મચ્છરના ડંખ ઉપર ચૂનો લગાડવાથી પીડા મટે છે.
- ઉંદર કરડ્યો હોય તો ખોરું કોપરું મૂળાના રસમાં ઘસી ચોપડવાથી પીડા મટે છે.
- વીંછીના ડંખ ઉપર કાંદો કાપી બાંધવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
- વીંછીના ડંખ ઉપર મધ ચોપડવાથી બળતરા ઓછી થાય છે અને ઝેર ઉતરે છે.
- વીંછી કરડ્યો હોય તો સૂંઠને પાણીમાં ઘસી સૂંઘવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
- વીંછી કરડ્યો હોય તો ફૂદીનાનો રસ પીવાથી કે ફૂદીનાનાં પાન ખાવાથી ઝેર ઉતરે છે.
- વીંછીનાં ડંખવાળો ભાગ મીઠાના પાણી વડે વારંવાર ધોવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
- તાંદળજાનો રસ સાકર સાથે પીવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
- વીંછી કરડ્યો હોય તો કેરોસીનમાં ફટકડીનો ભૂકો નાખી ચોપડવાથી પીડા મટી જશે.
- કાચની શીશીમાં ૨૦ તોલા કેરોસીનમાં ૧ તોલો સરસિયું તેલ નાખીને તડકે મૂકવું. કોઈપણ જીવજંતુના ડંખ ઉપર આ મિશ્રણ લગાડવું.
- વીંછીના દંશસ્થાન ઉપર મૂત્રનું માલિશ કરવાથી લાભ થાય છે.
- મચ્છરો કે કીડી-મકોડાના ડંખ ઉપર લીંબુનો રસ ચોપડવાથી પીડા મટે છે.
- કીડી-મંકોડાના ડંખ ઉપર લસણનો રસ ચોપડવાથી પીડા મટે છે.
- ગરોળી કરડે તો સરસિયાનું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર ઉતરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો