આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બિપોરજોય વાવાઝોડા અંગે જણાવ્યું છે કે, બિપોરજોય વાવાઝોડાને હળવાશથી લેવાની જરૂર નથી. પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં આ વાવાઝોડું આવી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું વધુ ભયાનક રહેવાની શક્યતા છે. માંડવીની આસપાસ વાવાઝોડાના લેન્ડફોલ થવાની શક્યતા છે. વાવાઝોડા દરમિયાન 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વાવાઝોડાની વધુ અસર થશે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વાવાઝોડાની અસર થશે. આજથી 2 દિવસ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડું આવશે. વાવાઝોડા દરમિયાન થંડરસ્ટ્રોમનું પ્રમાણ ભયાનક રહેશે. વાવાઝોડામાં માલહાનિની શક્યતા હોવાથી તકેદારી રાખવી જરૂરી છે.
15 જૂન ગુજરાત માટે 'ભારે'
બિપોરજોય વાવાઝોડાની અસર ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને રાજસ્થાનના ભાગોમાં પણ અસર દેખાશે. વાવાઝોડાના કારણે 15 જૂને ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે તો કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. સાથે જ ગુજરાતમાં 14થી 17 જૂન સુધી હળવો વરસાદ જોવા મળશે.
દરિયા કાંઠાના વહીવટી તંત્રને એલર્ટ અપાયું
આપને જણાવી દઈએ કે, બિપોરજોય વાવાઝોડું જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યુ છે. તેમ તેની સીધી અસર દરિયાકાંઠે જોવા મળી રહી છે, બિપોરજોય વાવાઝોડું છે અતિ પ્રચંડ બની શકે છે. આગામી 15મી જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરવાની શક્યતા છે. ગુજરાતના તમામ દરિયા કાંઠાના વહીવટી તંત્રને એલર્ટ અપાયું છે. પોરબંદર, જામનગર, ઓખા, સલાયા, મુન્દ્રા, માંડવી અને જખો પોર્ટ ઉપર નવ નંબરનું અતિભય જનક સિગ્નલ લગાવાયું છે. કચ્છના દરિયા કિનારા વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે 144મી કલમ લગાવવામાં આવી છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો