વાવાઝોડાના કારણે કચ્છ,દ્વારકા,જામનગર,જૂનાગઢ માં મોટા ભાગે નુકશાન થઇ શકે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ગુજરાત સામે પાયમાલ તરીકે આવી રહેલા વાવાઝોડા 'બિપરજોય'ના સંદર્ભમાં અવિશ્વસનીય ચિંતા વ્યક્ત કરી છે.
ક્યાં વિસ્તારો થશે પ્રભાવિત ?
હવામાન વિભાગ અનુસાર ગુજરાતના ત્રણ જિલ્લા– કચ્છ, દ્વારકા અને જામનગરમાં રેડ ઍલર્ટ છે. આ ત્રણેય જિલ્લામાં સૌથી વધુ અસર થવાની શક્યતા છે.
વળી જ્યાં વાવાઝોડું લૅન્ડફૉલ કરવાની શક્યતા છે એ જખૌ બંદર પણ અસરગ્રસ્ત બની શકે છે.
વાવાઝોડાને કારણે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં ભારે વરસાદ વરસવાની ચેતવણી છે.
Download windy app👇
13મી જૂને સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા કાંઠા વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી છે, જ્યારે તેના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. તો ઘણી વિસ્તારોમાં હાલ વરસાદ વરસી પણ રહ્યો છે.
તદુપરાંત 14મી જૂને ઉપરોક્ત જિલ્લાઓમાં મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
વળી 15મી જૂન એટલે કે વાવાઝોડાના લૅન્ડફૉલના મુખ્ય દિવસે વરસાદનું પ્રમાણ અને તીવ્રતા વધી શકે છે. જેમાં ઉપરોક્ત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને છૂટાછવાયા વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ આ દિવસે વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત 13, 14 અને 15 જૂને અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વમાં 125-135 કિલોમિટરની ઝડપે પવનો ફૂંકાશે અને તેની તીવ્રતા 150 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપ થઈ શકે છે. કચ્છના અખાતમાં પણ તીવ્ર પવન ફૂંકાવાની શક્યતા છે.
Download windy app👇
15 જૂને આટલું નુકશાન થવાની સંભાવના.
હવામાન વિભાગ અનુસાર કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી અને જૂનાગઢ તથા રાજકોટ જિલ્લામાં નુકસાનની શક્યતા છે.
વાવાઝોડાને લીધે કાચાં મકાનો તૂટી જવાં, કેટલાંક પાકાં મકાનોને પણ નુકસાન થવાની શક્યતા વર્તાઈ રહી છે. વળી હવામાં ફંગોળાતી વસ્તુઓથી પણ જોખમ રહેશે. વીજળી અને સંદેશાવ્યવહારની સેવાના થાંભલા તૂટી પડવા, જમીનમાંથી ઊખડી જવા અથવા વળી જવાની શક્યતા છે.
કાચા અને પાકા રસ્તાઓને પણ મોટું નુકસાન થઈ શકે છે. બહાર નીકળતા રસ્તાઓ પર પાણી ફરી વળવાં, રેલવે લાઈનો ખોરંભાઈ જવી, ઑવરહેડ પાવર લાઇનો અને સિગ્નલ સિસ્ટમને નુકસાન થઈ શકે છે.
Credit by
BBC news..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો