આ બ્લૉગ શોધો

શુક્રવાર, 14 ઑક્ટોબર, 2022

કપાસ ના ભાવમાં ફરી ઘટાડો જોવા મળ્યો..

 

કપાસમાં મંદ લેવાલીને પગલે ભાવમાં વધુ 

રૂ.30 તૂટ્યા, જીનર્સમાં ખરીદીને લઇ નિરૂત્સાહ

👉સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના પીઠાઓમાં કાચા કપાસની આવકોસતત વધતી જાય છે, 

👉ગુરૂવારે સૌરાષ્ટ્રના પીઠાઓમાં કપાસની આવક વધી 2.45 લાખ મણે પહોંચી ગઇ હતી. 

👉બ્રોકરો પણ હાલ આંતરરાષ્ટ્રીય વાયદાઓમાં થઇ રહેલી અણધારી વધઘટ વચ્ચે બજારની ચાલનો તકાજો માપી
શકાય તેમ નથી તેવું જણાવી રહ્યાછે, 

👉તો જીનર્સનો હાલ કપાસનો જેરીતનો ભાવ છે અને સામે જે રીતે 40 ટકાથી પણ વધુ ભેજનું પ્રમાણ આવી રહ્યું છે તેથી ખરીદવામાં નિરૂત્સાહ જોવા મળી રહ્યો હોઇ,
આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે ગુરૂવારે કપાસમાં પ્રતિ મણે વધુ રૂ.30નો ઘટાડો નોંધાયો હતો.


👉ગુરૂવારે કપાસમાં એ ગ્રેડના રૂ.1710-1760 અને બી ગ્રેડના  રૂ.1650-1710 અને સી ગ્રેડના 1500-1650ના ભાવ બોલાયા હતા. 

👉કપાસમાં 40 પોઇન્ટ સુધીનીહવાઓ આવે છે, 

👉અને માંડ 32-34ના ઉતારા આવી રહ્યા છે ત્યારેજીનર્સોને ગાંસડીએ અંદાજે રૂ. ત્રણથી ચાર હજારની ડીસ્પેરિટીનો પ્રશ્ન સતાવી રહ્યો હોવાથી કપાસમાં લેવાલીનું પ્રમાણ ખૂબ જ ઓછું દેખાઇ રહ્યું છે.

👉મહારાષ્ટ્રના કપાસમાં 35-40ગાડી અને લોકલ કપાસમાં 55-60 વાહનોના કામકાજ થયા હતા.મહારાષ્ટ્રના કપાસના ક્વોલિટી
મુજબ પ્રતિ મણના રૂ.1650-1750 અને કાઠિયાવાડના કપાસમાં રૂ.1700-1800ના ભાવે કામકાજ થયા હતા. 

👉હાલ જે કપાસ આવે છે તેમાં 40 પોઇન્ટથી વધુ હવાનું પ્રમાણ આવી રહ્યું હોવાથી જીનર્સોના હાલના ભાવે કપાસ ખરીદવો પોષાય તેમ ન હોવાથી ખરીદીનું પ્રમાણ મંદ જોવા
મળી રહ્યું છે. 

👉કપાસની આવકો વધીરહી છે પરંતુ ક્વોલિટી નબળી છે,
જેથી જીનિંગવાળા સ્પીનિંગવાળાઓ ક્વોલિટી સુધરવાની અને ભાવઘટવાની રાહમાં છે. 

👉એટલે હાલ બજારમાં ખરીદીનો ઉત્સાહ નથી.

👉ઉત્તર ગુજરાત સ્થિત વિજાપુર-કડી લાઇનના બ્રોકરો કહે છે કે, હાલ સપ્તાહ સુધી આવી જ પરિસ્થિતિ રહેશે, જ્યાં સુધી કપાસમાં ક્વોલિટી સુધરશે નહીં ત્યાં સુધી જીનર્સોની
ધૂમ ખરીદી જોવા નહીં મળે.

👉કપાસમાં એકંદરે હાલ ઢીલુ મોરલ જોવા મળશે તેવું કહેતા અમરેલી પંથકના બ્રોકરો જણાવે છે કે, બજાર ગઇકાલે રૂ.50 ડાઉન હતું ત્યારે આજે પણ ઢીલો માહોલ જોવા મળી
રહ્યો છે. 

👉કપાસિયા અને રૂમાં ઘરાકી ન હોવાને કારણે કોઇ ખાસ કામકાજ ન હતા. 

👉હાલ બજારમાં અણધારી વધઘટ વચ્ચે બુધવારે સવારે રૂના
રૂ.71500 હતા તો બપોર પછી ગાંસડીના રૂ.69500ના ભાવ
બોલાતા હતા,


👉 ફોરન માર્કેટ ઠંડુ હોવાથી બજારમાં એકંદરે ઢીલુ મોરલ
જોવા મળી રહ્યું છે. જીનર્સોમાં એવી પણ ચર્ચા હતી કે, રૂ અને યાર્નના વિદેશમાં એક્સપોર્ટ થયેલા કેટલાક કન્ટેઇનરોને ક્વોલિટીને લઇને ઇશ્યુ થયા છે.

👉વૈશ્વિક પ્લેટફોર્મ પર કપાસની વાત કરીએ તો વિશ્વમાં અમેરિકા, બ્રાઝિલ, ચીન અને પાકિસ્તાનમાં કપાસના ક્રોપની સ્થિતિ અત્યંત ખરાબ ગણાવાઇ રહી છે,

👉 જેને કારણે ભારત સવાયના રૂ નાતમામ મોટા ઉત્પાદક દેશોમાં નવી સીઝનમાં રૂના ઉત્પાદનમાં ઘટાડો થવાની સ્થિતિ હાલ જોવા મળી રહી છે, આવી સ્થિતિને કારણે ભારતીય રૂની નિકાસ નવી સીઝનમાં ઓછામાં ઓછી 50-60 લાખ ગાંસડી થવાનો અંદાજ મુકાઇ રહ્યો છે. 

👉જાણકારો તેમ પણ કહે છે કે, પાકિસ્તાનની જીનિંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ત્યાંની ગવર્મેન્ટ સમક્ષ ભારતથી રૂની આયાત છૂટ આપવા અંગે સતત દબાણ વધી રહ્યું
છે. 

👉પાકિસ્તાનમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે કપાસના ક્રોપમાં અંદાજે 40-50 ટકા નુકસાન થયું હોઇ, પાકિસ્તાનની રૂની આયાત નવી સીઝનમાં મોટેપાયે વધશે.

👉 જો ભારત અને પાકિસ્તાન વચ્ચે રૂના વેપાર અંગે સમજૂતિ થાય તો ભારત દ્વારા અંદાજે 30-35 લાખ ગાંસડીરૂની પાકિસ્તાનમાં નિકાસ થાય તેવી શક્યતાઓ નકારી શકાતી
નથી. 
👉અમેરિકામાં રૂનું ઉત્પાદન અંદાજે 225 લાખ ગાંસડીથી
ઘટીને અંદાજે 160 લાખ ગાંસડી સુધી થવાની અટકળો મુકાઇ રહી છે

👉જેને કારણે બાંગ્લાદેશ, વિયેટનામ અને ચીનને પણ અમેરિકા બદલે ભારતથી આયાત વધારવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 

👉આમ વિશ્વમાં રૂનું ઉત્પાદન કરતા પાંચ મોટા દેશમાંથી એક માત્ર ભારતમાં જ રૂના ઉત્પાદનની સ્થિતિ એકદમ સારી ગણાવાઇ રહી છે,

👉 જે ગણતરી મુજબ કપાસની બજારની આગામી
ચાલનો તકાજો કેવો રહેશે તેને લઇને જાત જાતની અટકળો મંડાઇ રહી છે.

👉સૌરાષ્ટ્રમાં ગુરૂવારે 2,45,300 મણ કપાસની આવક નોંધાઇ
હતી, જેમાં રાજકોટમાં 22,000,બોટાદમાં 60,000, હળવદમાં35,000, અમરેલીમાં 17,000,સાવરકુંડલામાં 12,000,જસદણમાં 20,000, ગોંડલમાં10,000, બાબરામાં 15,000,વાંકાનેરમાં 10,000, મોરબીમાં6,000, મહુવામાં 1,500,તળાજામાં 8,000, ગઢડામાં10,000, રાજુલામાં 3,800,ઉનામાં 1,500, વિજાપુરમાં7,500 અને વીંછિયામાં 6,000મણની આવક થઇ હતી. 

👉માર્કેટિંગ મથકોમાં ગુણવત્તા મુજબ કપાસના સરેરાશ રૂ.1450-1851ના ભાવ બોલાયા હતા. 

👉ઉલ્લેખનીય છે કે, સારી ક્વોલિટીના કે જેના
રૂ.1800થી વધુ ભાવ બોલાયા તેવો જૂજ ગણી શકાય તેવો કપાસ જ આવ્યો હતો.

👉આજના બજાર ભાવ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template