આ બ્લૉગ શોધો

શનિવાર, 11 માર્ચ, 2023

એસિડિટી દૂર કરવા માટેના કેટલાક ઘરગથ્થુ ઉપાયો.જેનાથી ગાયબ થઈ જશે એસિડિટી...

 👉 ગ્લાસ હુફાળા પાણીમાં થોડા વાટેલા કાળા મરી અને અડધું લીંબુ નીચોવીને નિયમિત રીતે સવારે પીવાથી પણ ફાયદો થાય છે.

👉ગોળ, કેળા, બદામ અને લીંબુ ખાવાથી એસીડીટી જલ્દી ઠીક થઇ જાય છે.



👉સવાર સાંજ ખાલી પેટ હુંફાળું પાણી પીવાથી એસીડીટી માં ફાયદો થાય છે.

👉એસીડીટી થાય એટલે જેઠીમધનું ચૂર્ણ કે રાબ બનાવીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી એસીડીટી માં ફાયદો થાય છે.

👉એસીડીટી થવા પર ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. ત્રિફળા ને દૂધ સાથે પીવાથી એસીડીટી દુર થાય છે.



👉પાણીમાં ફુદીનાના થોડા પાંદડા નાખીને ઉકાળી લો. રોજ ખાધા પછી આ પાણીનું સેવન કરો. એસીડીટી માં ફાયદો થશે.

👉જાયફળ અને સુંઠ ભેળવીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ એક એક ચપટી લેવાથી એસીડીટી દુર થાય છે. એસીડીટી થાય તો કાચી વરીયાળી ચાવવી જોઈએ. વરીયાળી ચાવવાથી એસીડીટી દુર થઇ જાય છે.

👉નારીયેલ નું પાણી પીવાથી એસીડીટીથી છુટકારો મળે છે.

👉સવાર સાંજ ખાલી પેટ હુંફાળું પાણી પીવાથી એસીડીટી માં ફાયદો થાય છે

👉લીમડાની છાલ નું ચૂર્ણ કે રાત્રે પલાળેલ છાલનું પાણી ગાળીને પીવું જોઈએ. આમ કરવાથી અમ્લાપીત્ત કે એસીડીટી ઠીક થઇ જાય છે.

👉દુધમાં સુકી દ્રાક્ષ નાખીને ઉકાળવી જોઈએ. ત્યાર પછી દુધને ઠંડુ કરીને પીવાથી ફાયદો થાય છે અને એસીડીટી ઠીક થઇ જાય છે.

👉વરીયાળી, આંબળા અને ગુલાબના ફૂલનું ચૂર્ણ બનાવીને તેને સવાર સાંજ અડધી અડધી ચમચી લેવાથી એસીડીટી માં લાભ થાય છે. એસીડીટી થવાથી સલાડ તરીકે મૂળા ખાવા જોઈએ. મૂળા કાપીને તેની ઉપર કાળા મરી અને કાળું મીઠું છાંટીને ખાવાથી ફાયદો થાય છે.

👉એસીડીટી ની તકલીફ ખાવા પીવા ને લીધે વધુ થાય છે. તેથી વધુ ભારે ભોજન કરવાથી પરેજી રાખવી જોઈએ. એસીડીટી વખતે રાત્રે સુવાના ત્રણ કલાક પહેલા ડીનર કરી લેવું જોઈએ, જેથી ખાવાનું સારી રીતે પચી શકે. આ નુસખા ને અપનાવ્યા પછી પણ એસીડીટી જો ઠીક ન થાય તો ડો\ડોક્ટર નો સંપર્ક જરૂર કરવો.

નોંધ::

👉અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template