આ બ્લૉગ શોધો

રવિવાર, 12 માર્ચ, 2023

ભૂખ ના લાગતી હોય કે જમવાનું માં ભાવતું હોય તો તે માટેના આપના આયુર્વેદ માં લખેલા કેટલાક ઉપાયો....

 👉કાંદાના રસમાં શેકેલી હિંગ અને મીઠું મેળવીને પીવાથી આફરો મટે છે.


👉એક ગ્‍લાસ હુંફાળા પાણીમાં એક ચમચી આદુનો રસ ને બે ચમચી મધ મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.

👉જમતા પહેલા આદુની કચુંબર સહેજ સિંધવ-મીઠું નાખીને ખાવાથી અજીર્ણ મટે છે.

👉ટામેટાંને સહેજ ગરમ કરીને સિંધાલૂણ અને મરી છાંટીને ખાવાથી અજીર્ણ મટે છે.

👉મેથી અને સુવા સરખે ભાગે લઈ, બન્‍નેને શેકી, અધકચરા ખાંડી, તેમાંથી અર્ધો અર્ધો તોલો ફાકવાથી આફરો, ખાટાં ગચકારાં અને ઓડકાર મટે છે.

👉લસણની કળી તેલમાં કકડાવીને ખાવાથી અથવા લસણની ચટણી બનાવીને ખાવાથી અરુચી-મંદાગ્નિ મટે છે.

👉પાકા અનાનસના કકડા કરી તેની ઉપર સિંધવ-મીઠું ભભરાવી ખાવાથી અજીર્ણ મટે છે.

👉સૂંઠ મરી, પીપર અને સિંધવ-મીઠું લઈ તેનૂં ચૂર્ણ છાશમાં પીવાથી અજીર્ણ મટે છે.


👉લસણ, ખાંડ અને સિંધવ-મીઠું સરખે ભાગે મેળવી, તેનાથી બમણું ઘી મેળવી ખાવાથી અજીર્ણ આફરો મટે છે.

👉કોકમનો ઉકાળો કરી, ઘી નાખી, પીવાથી અજીર્ણ મટે છે.

👉ભૂખ લાગતી જ ન હોય કે ભૂખ મરી ગઈ હોય તો દિવસમાં બે વાર અર્ધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભૂખ ઉઘડશે.

👉રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવાથી અજીર્ણ મટે છે.

👉એક ચમચી લીંબુનો રસ, એક ચમચી આદુનો રસ અને ચપટી સિંધવ-મીઠું મેળવી પીવાથી અજીર્ણ મટે છે.

👉લીંબુ કાપી, તેના ઉપર સિંધવ-મીઠું ભભરાવી જમતાં પહેલાં ચૂસવાથી અજીર્ણ મટે છે.

👉બીજી માહિતી મેળવવા માટે Play Store મા આવીને aayurvedic treatment app ડાઉનલોડ કરી સકો છો...


👉અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template