ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ (BPNL) દ્વારા મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં સર્વેયર તથા સર્વેયર-ઈન-ચાર્જની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. અને અરજી કરવાની છેલ્લી તારીખ 5 જુલાઇ 2023 છે. આ ભરતીની બીજી વિગતવાર માહિતી મેળવવા તમે https://www.bharatiyapashupalan.com/ની જઈ શકો છો.
પગાર ધોરણ
આ ભરતીમાં કુલ 3444 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે
જેમાં સર્વેયરની 2870 અને સર્વેયર-ઈન-ચાર્જની 574 જગ્યા ખાલી છે.
આ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને સર્વેયરની પોસ્ટ માટે 20,000 અને સર્વેયર-ઈન-ચાર્જની પોસ્ટ માટે 24,000 પગાર આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નક્કી કરેલી તારીખે લેખિત પરીક્ષા પછી ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
લાયકાત
આ ભરતીમાં ઇચ્છુક ઉમેદવારોએ સર્વેયરની પોસ્ટ માટે 10 પાસ તેમજ સર્વેયર-ઈન-ચાર્જ ની પોસ્ટ માટે 12 પાસ કરેલું હોવું જોઇએ
- અરજી કરવા માટે ભારતીય પશુપાલન નિગમ લિમિટેડની સત્તાવાર વેબસાઇટ https://www.bharatiyapashupalan.com/ પર જાઓ
- હવે “Online Application” પસંદ કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ માહિતી તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે Paytm ના માધ્યમ થી ફી ની ચુકવણી કરો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો