આ બ્લૉગ શોધો

બુધવાર, 21 જૂન, 2023

પરેશ ગોસ્વામીએ કરી એક મોટી આગાહી રાજ્યમાં આ તારીખથી બેસી જશે ચોમાસું જાણો વિગતવાર

 

ચોમાસું :
ગુજરાતના પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે રાજ્યમાં ચોમાસાને લઈને અનેક આગાહીઓ કરી છે.
 તો બીજી તરફ હવામાનના નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ પણ ચોમાસું રાજ્યમાં વિધિવત ક્યારથી થી બેસસે તે વિષે મોટી આગાહી કરી છે. ગુજરાતમાં મુશળધાર વરસાદ ક્યારે થશે. અંબાલાલ પટેલ અનુસાર આવતા અઠવાડિયાથી એટલે કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં મુશળધાર વરસાદ  સાથે ચોમાસાનું વિધિવત આગમન થશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
 

તો બીજી તરફ ગુજરાતના હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અત્યારે ચોમાસું  ગોવાથી આગળ નીકળી ગયુ છે. પરંતુ આ વખતે વાવાઝોડા ના લીધે ચોમાસુ ખુબજ ઘણું નબળું પડ્યુ જોકે, પરંતુ તેઓ કહે છે કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાતી જોવા મળે  છે. આ સિસ્ટમ બનાવાને લીધે તે ઉત્તર પશ્ચિમ સુધી ગતિ કરે તેવું અનુમાન છે.તેઓએ જણાવ્યું કે જો આ સિસ્ટમ એ ગુજરાત સુઘી પહોંચે તો ગુજરાતમાં વરસાદનો ખુબજ મોટો રાઉન્ડ આવી શકે તેવી સંભાવનાઓ રહેલી છે.
 

આ સિસ્ટમના લીધે ચોમાસુ એ આવનારા 36થી લઈને 48 કલાક દરમિયાન ગોવામાંથી ઝડપથી આગળ વધે તેવી શક્યતાઓ રહેલી છે..

પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, ગુજરાતના વલસાડ જિલ્લામાં તારીખ 22 જૂનથી લઇને તારીખ 25 જૂન દરમિયાન ગમે ત્યારે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાય તેવી સંભાવનાઓ રહેલી છે.તેઓએ વધુમાં કહ્યું કે આ વખતે ચોમાસું આવશે તો ચોમાસાની શરૂઆત ધીરી રહેશે. જોકે, બીજી બાજુ તેઓએ કહ્યું કે ચોમાસું એ તારીખ 28 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોને આવરી લેશે.
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template