શું કપાસ ના ભાવ વધશે ? વધશે તો કેટલા
થસે.
👉કપાસમાં ઘટતી આવકો તેમજ ખેડૂતોને અત્યારે દિવાળીએ પૈસાની જરૂર હોય, અત્યારે વધુ કપાસ
આવવો જોઇએ તેમ છતાં આવું કેમ બન્યું ?
👉 તેવા વિચારોને લઇને બદલાયેલા માનસ વચ્ચે આજે કપાસની બજારમાં પ્રતિ મણે વધુ રૂ.10 થી 20ની તેજી જોવા મળી હતી.
👉ગઇકાલે સારી ક્વોલિટીના કપાસમાં જીનપહોંચ સારા કપાસના રૂ.1775 થી 1780 બોલાતા હતા, તે ભાવ આજે રૂ.1800 સુધી અથડાઇ ગયો હતો. બ્રોકરો કહે છે કે, હાલ કપાસની ખરીદીને લઇને જીનર્સો જોઇએ તેવા ઉત્સાહીત નથી
👉તેમ છતાં કપાસના ભાવ છેલ્લાત્રણેક દિવસથી ઊંચા જઇ રહ્યા હોઇ, આગામી દિવસોમાં કપાસના ભાવમાં વધુ તેજી જોવા મળે તેવી શક્યતા નકારી શકાતી નથી.
👉ટોચના પીઠાઓમાં આજે કપાસની આવક 2.71 લાખ મણ નોંધાઇ હતી,
👉 તો પીઠાઓમાં કાચા કપાસના સરેરાશ ભાવ રૂ.1350-1872 સુધીના બોલાયા હતા.
👉અગ્રણી બ્રોકરો કહે છે કે, આજે મહારાષ્ટ્રના કપાસમાં 20-25 ગાડી અને કાઠિયાવાડના કપાસમાં 80-85 ગાડીના વેપારો થયા હતા.
👉મહારાષ્ટ્રના કપાસમાં ક્વોલિટી મુજબ રૂ.1600-1650ના ભાવે અને કાઠિયાવાડ એટલે કે, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, વિજાપુર સહિતના સેન્ટરોના કપાસના રૂ.1700-1800 બોલાયા હતા.
👉એ ગ્રેડનો કપાસ રૂ.1780-1800, બી ગ્રેડનો રૂ.1650-1750 અને વધુહવા અને ભેજ હોય તેવો નબળો કપાસ રૂ.1500-1650 સુધીના ભાવે ખપી ગયો હતો.
👉જ્યાં સુધી પરપ્રાંતની આવકો પુરબહારમાં શરૂ નહીં થાય અને કપાસની ક્વોલિટી નહીં સુધરે ત્યાં સુધી જીનર્સોની લેવાલી આવી જ રહેશે તેવું કહેતા ટોચના વેપારીઓ જણાવે છે કે, છેલ્લા બે દિવસથી કપાસ પર ખેડૂતોની પક્કડ મજબૂત બની હોય તેમ યાર્ડોમાં આવકો પણ ઘટી રહી છે.
👉માર્કેટિંગ મથકોમાં સોમવારે 2.64 લાખ મણની આવક નોંધાઇ હતી, તો મગળવારે 2.56 લાખ મણ અને બુધવારે આવકો ઘટી 2.17 લાખ મણ થઇ ગઇ હતી.
👉જીનર્સો નિરૂત્સાહ હતા, તેમ છતાં ઉત્તર ગુજરાતમાં લોકલ 75 વાહનો અને મહારાષ્ટ્રની 10-15 ગાડીના વેપારો હતા.
👉ઝાલાવાડમાં ગોદાવરી રોડ પર માંડ વીસેક ગાડીના કામકાજ થયા હતા.
👉સૌરાષ્ટ્ર-ગુજરાતમાં દશેરાથી લઇ દિવાળી દરમિયાન કપાસની આવકનું પ્રેશર વધવાની ધારણા હતી, પરંતુ હાલ કપાસની આવકો મોડી પડી હોય તે રીતે હજુ સારા કપાસની આવકોમાં જોઇએ તેવો ધમધમાટ જોવા મળતો નથી.
👉 છેલ્લા પાંચેક દિવસથી ગુજરાતમાં શિયાળું પવન ફૂંકાવાનો શરૂ થઇ જતા હવે કપાસ ઝડપથી સુકાવા લાગ્યો છે,
👉આથી હવે કપાસની આવકનું પ્રેશર દિવાળી બાદ વધી જશે તેવી ધારણા મુકાઇ રહી છે.
👉અત્યારે કપાસમાં ક્વોલિટી મુજબ 30 થી લઇ 60 પોઇન્ટ સુધી હવાનું પ્રમાણ આવી રહ્યું હોઇ, ભેજનું પ્રમાણ વધારે હોવાથી જીનર્સોને કપાસ ખરીદી જીનિંગ કરવામાં અંદાજે 2500 થી 4000 સુધીની ડીસ્પેરિટીનો સામનો કરવો પડી રહ્યો છે,
👉જોકે કપાસની ક્વોલિટી જેમ જેમ સુધરતી જશે, હવાનું પ્રમાણ ઓછું થતું જશે તેમ તેમ જીનર્સોની ડીસ્પેરિટી ઘટશે તેમ મનાય રહ્યું છે. પ્રવર્તમાન સમયે કપાસના ભાવ પ્રતિ મણે રૂ.1500 થી લઇ 1800 સુધીના બોલાઇ રહ્યા છે,
👉 જેમાં હાલ મોટો ભાવ ઘટાડો થવાની શક્યતા નહિંવત્ હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે. ગુજરાતમાં ચાલુ વર્ષે એક કરોડ ગાંસડીનું પ્રેસિંગ થશે તેવો અંદાજ મુકાઇ રહ્યો છે, જેમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને અન્ય રાજ્યોમાંથી આવતા કપાસની આવકોનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે.
👉પરપ્રાંતના કપાસમાંથી પંદર લાખ ગાંસડીનું પ્રેસિંગ થવાનો અંદાજ છે. હાલની સ્થિતિએ રૂનો પ્રતિ ખાંડીનો ભાવ અંદાજે રૂ.68000-68500 બોલાઇ રહ્યો છે, જે કપાસની આવકોનું પ્રેશર વધ્યા બાદ પ્રમાણમાં ઘટી શકે છે, તેવી ગણતરીઓ પણ મુકાઇ રહી છે.
👉હાલ સ્પીનિંગ મિલોને પેરિટી નથી, રૂના ભાવ ઓછા થયા બાદ સ્પીનિંગ મિલોને પેરિટી મળતી થશે.
👉કોટન માર્કેટના ટોચના નિષ્ણાતો કહે છે કે, ગુજરાતમાં રૂની સીઝન ચાલુ વર્ષે બધાને માટે ફાયદાકારક સાબિત થશે તેવું ચિત્ર દેખાઇ રહ્યું છે.
👉 રૂનો પાક ખૂબ જ મોટો છે, ખેડૂતોને પણ કપાસના વાજબી ભાવ મળી રહેશે અને જીનર્સ, સ્પીનર્સને પણ પુરતા પ્રમાણમાં રૂ મળતા ઇન્ડસ્ટ્રીઝ આખું વર્ષ ધમધમે તેવા સંયોગો દેખાઇ રહ્યા છે.
👉ઉલ્લેખનીય છે કે, કોટન માર્કેટના નિષ્ણાતોની આ પ્રકારની ધારણાની સામે એવા રિપોર્ટ પણ આવી રહ્યા છે કે, ભારતમાં ટેક્સટાઇલ પ્રોડક્ટ્સની નિકાસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યોછે.
👉સપ્ટેમ્બર મહિનામાં કોટન યાર્નઅને હેન્ડલુમ પ્રોડક્ટ્સની નિકાસમાં ઘટાડાના સંકેતો મળી રહ્યા હતા. ખાસ કરીને સુરત, આંધ્રપ્રદેશ અને તિરૂપુરમમાં પરિસ્થિતિ ચિંતાજનક હોવાનું આંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં દર્શાવાયું હતું.
👉 ફેડરેશન ઓફ સુરતટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશને આ બાબતનો સ્વિકાર કરીને જણાવ્યુંહતું કે, દિવાળીના સમયગાળામાં એપેરલનો રૂ.16000 કરોડનો વેપાર થતો હોય છે, પરંતુ આ વર્ષેઆ ગ્રાફ રૂ.8000 કરોડ સુધી પણ પહોંચ્યો નથી.
👉આજે ટોચના પીઠાઓમાં કાચા કપાસની આવક 2,17,800 મણ નોંધાઇ હતી.
👉ખાસ કરીને રાજકોટમાં 17000, બોટાદમાં 50000, હળવદમાં 34000, અમરેલીમાં 15000, સાવરકુંડલામાં 12000, જસદણમાં 15000, ગોંડલમાં 10000, બાબરામાં 15000, વાંકાનેરમાં 12000, મોરબીમાં 7000, મહુવામાં 1200, તળાજામાં 6000, ગઢડામાં 7000, રાજુલામાં 4300, ઉનમાં 1100, વિજાપુરમાં 8000 અને વીંછિયામાં 4000 મણની આવક નોંધાઇ હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો